IPL ટીમ કોચ્ચિ ટસ્કર્સે BCCI વિરુદ્ધ જીત્યો કેસ, 850 કરોડ રૂપિયાનું માગ્યું વળતર

By: abpasmita.in | Last Updated: Tuesday, 24 October 2017 3:25 PM
IPL ટીમ કોચ્ચિ ટસ્કર્સે BCCI વિરુદ્ધ જીત્યો કેસ, 850 કરોડ રૂપિયાનું માગ્યું વળતર

નવી દિલ્લી: વર્ષ 2011માં સસ્પેન્ડ કરવામાં આવેલી આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોચ્ચિ ટસ્કર્સે બીસીસીઆઈ વિરુદ્ધ આર્બિટ્રેશનનો કેસ જીત્યો છે. કેસ જીત્યા પછી કોચ્ચિ ટસ્કર્સે હવે બીસીસીઆઈ પાસે 850 કરોડ રૂપિયા કૉમ્પેંસેશનના રૂપમાં માગ્યા છે. મંગળવારે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પછી આ રકમની માંગ્ણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2011માં બીસીસીઆઈએ કોચ્ચિ ટસ્કર્સ કેરલાની ટીમને સસ્પેન્ડ કરી દીધી હતી, કારણ કે આ ફ્રેન્ચાઈઝી 156 કરોડ રૂપિયા વાર્ષિક ચૂકવણીની બેંક ગેરંટી આપવામાં અસફળ રહી હતી. તેના પછી કોચ્ચિ ફ્રેન્ચાઈઝીએ 2011માં બોમ્બે હાઈકોર્ટમાં બીસીસીઆઈ વિરુદ્ધ આર્બિટ્રેશનનો કેસ દાખલ કર્યો હતો.

 

તમને જણાવી દઈએ કે કોચ્ચિ ટસ્કર્સ કેરલા ફ્રેન્ચાઈઝીએ વર્ષ 2011માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેની સફર માત્ર તે સીઝન પૂરતી જ સીમિત રહી હતી.

First Published: Tuesday, 24 October 2017 3:25 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories