INDvsSA: ટીમ ઈન્ડિયા 209 રન પર ઓલ આઉટ, હાર્દિક પંડ્યાના 93 રન

By: abpasmita.in | Last Updated: Saturday, 6 January 2018 10:20 PM
INDvsSA: ટીમ ઈન્ડિયા 209 રન પર ઓલ આઉટ, હાર્દિક પંડ્યાના 93 રન

કેપટાઉનઃ  ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 286 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સામે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 209 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. દક્ષિણ અફ્રિકાએ 142 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર (25 રન), ચેતેશ્વર પૂજારા(26) અને હાર્દિક પંડ્યાએ 93 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના વેનોર્ન ફિલેંડર અને કાગિસો રબાડાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ દિવસના સ્ટંપ્સ સુધી 28 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારા સાઉથ આફ્રીકાની ટીમ 286 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત- સાઉથ આફ્રીકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ કેપટાઉના ન્યૂલેંડ્સ સ્ટેડિયટમમાં રમાઈ રહી છે.

ટીમ ઇન્ડિયા તરફથી ભુવનેશ્વરે 4 અને અશ્વિન 2 અને બુમરાહ -પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલી  બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમ ઇન્ડિયાને બૉલિંગ આપી હતી. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલવનમાં રવિન્દ્ર જાડેજા આને અજિંક્યે રહાણે સામેલ નથી, વનડે અને ટી-20નો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ આ મેચથી પોતાનું ટેસ્ટ ડેબ્યુ કરી રહ્યો છે, તેને કેપ્ટન વિરાટ કોહલી દ્વારા પોતાની ટેસ્ટ કેપ મળી છે. ટીમ ઇન્ડિયા માટે આજની મેચ અગ્ની પરીક્ષા સમાન રહેશે. કારણ કે ટીમ ઇન્ડિયાનો સાઉથ આફ્રિકામાં રેકોર્ડ સારો રહ્યો નથી. ભારત સામે જ્યારે વિદેશી જમીન પર રેકોર્ડ સુધારવાની જવાબદારી છે તો દક્ષિણ આફ્રિકાની સામે આજે વિશ્વની બેસ્ટ ટીમ છે જેને હરાવવાની તક છે.

ભારતને આ સીરીઝ દ્વારા વિદેશ જમીન પર પોતાનો રેકોર્ડ સુધારવાની તક મળશે, ભારતે છેલ્લી નવ ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાના સતત નવ ટેસ્ટ સીરીઝ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત 2015માં એકપણ ટેસ્ટ સીરીઝ નથી હારી. પણ ભારત દક્ષિણ આફ્રિકામાં 1992થી એકપણ સીરીઝ જીતી શકી નથી, એટલે કે ચાર સીરીઝ ગુમાવી છે અને એક સીરીઝ ડ્રૉ કરી છે. ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ દરમિયાન 2010-11માં સીરીઝ ડ્રૉ કરી હતી.

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, પાર્થિવ પટેલ, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ

દક્ષિણ આફ્રિકાઃ ફાક ડુ પ્લેસિસ (કેપ્ટન), અબ્રાહમ ડિવિલિયર્સ, એડિન માર્કરામ, હાશિમ અમલા, ટેમ્બા બાવુમા, આંદિલે ફેકલુક્વાયો, કેશવ મહારાજ, કાગિસો રબાડા, મોર્ન મોર્કેલ, ડેલ સ્ટેન, ક્રિસ મૌરિસ, વાર્નાન ફિલેન્ડર, થ્રેયુનિસ ડે બ્રૂન

First Published: Friday, 5 January 2018 10:42 AM

ટોપ ફોટો

Jioની રિપબ્લિક ડે ઓફર, ઘટાડી પ્લાનની કિંમત, 50% ડેટા મળશે વધારે, જાણો ઓફર્સ વિશે...
અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
View More »

Related Stories