બીજી T20માં ભારતને ન્યૂઝીલેન્ડે 40 રને હરાવ્યું, મુનરોના 109 રન

By: abpasmita.in | Last Updated: Saturday, 4 November 2017 10:48 PM
બીજી T20માં ભારતને ન્યૂઝીલેન્ડે 40 રને હરાવ્યું, મુનરોના 109 રન

રાજકોટ:બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડના 197 રનના પડકાર સામે ભારતને 40 રનથી હરાવ્યું છે. છે. ટોસ જીતી ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે તેની સામે 20 ઓવરમાં 7 વિકેટે 156 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલીએ 65 રન જ્યારે ધોનીએ 49 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત ખરાબ થઈ હતી. શિખર ધવન 1 રને અને રોહિત શર્મા 5 રને આઉટ થયા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. આ સાથેજ ત્રણ મેચની સિરીઝ 1-1 થી બરાબર થઇ છે.  હવે અંતિમ મેટ 7 નવેમ્બરે રમાશે.

ન્યૂઝીલેન્ડે તરફથી  મુનરોએ સદી ફટકારતા 109 રન બનાવ્યા હતા. અને માર્ટિન ગુપ્ટીલે 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.  ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજે ડેબ્યૂ કર્યુ હતું.  રાજકોટમાં રમાનાર બીજી મેચમાં ભારત તરફથી નેહરાની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો હતો.

First Published: Saturday, 4 November 2017 12:00 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories