સીમાપાર આતંકવાદ અને ફાયરિંગ બંધ ના થાય ત્યાં સુધી PAK સાથે ક્રિકેટ નહીઃ સુષ્મા

By: abpasmita.in | Last Updated: Monday, 1 January 2018 4:42 PM
સીમાપાર આતંકવાદ અને ફાયરિંગ બંધ ના થાય ત્યાં સુધી PAK સાથે ક્રિકેટ નહીઃ સુષ્મા

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને કડક શબ્દોમાં સંભળાવી દીધું કે, જ્યાં સુધી સીમાપાર આતંકવાદ અને ફાયરિંગની ઘટના બંધ ના થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ સીરીઝ સંભવ નથી.

 

સુષ્મા સ્વરાજે પાર્લામેન્ટ્રી પેનલની મીટિંગ દરમિયાન પહેલીવાર પાક સાથે ક્રિકેટના સંબંધોને લઇને આ નિવેદન આપ્યું હતું, સુષ્માનું કહેવું છે કે, પાકિસ્તાન ભારત સામે આતંક ફેલાવવાનો અને સીમા પર સૈન્ય ગોળીબાર કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સીરીઝની કોઇ સંભાવના નથી. આ મીટિંગમાં વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર અને વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ હતા.

 

ન્યૂટ્રલ વેન્યૂ (ભારત-પાકિસ્તાન સિવાયના કોઇ બીજા દેશમાં)માં સીરીઝ રાખવાના એક પ્રશ્ન પર વિદેશ મંત્રીએ કહ્યું હજુ સુધી પાકિસ્તાને આતંકવાદીઓનો ખાત્મો કરવાનું અને સીમાપાર ફાયરિંગ કરવાનું બંધ નથી કર્યું, જેથી કોઇ સીરીઝની સંભાવના નથી. તેમને કહ્યું કે, ક્રિકેટ અને આતંકવાદ સાથે સાથે ના હોઇ શકે.

 

નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લી સીરીઝ 2012-13 દરમિયાન રમાઇ હતી, એટલે કે છેલ્લા 5 વર્ષથી બન્ને દેશો વચ્ચે કોઇ સીરીઝ નથી રમાઇ.

First Published: Monday, 1 January 2018 4:42 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ