રણજી ટ્રૉફી ફાઈનલ મુકાબલો, ગુજરાત મજબૂત સ્થિતિમાં, સ્કૉર, 206/3

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 3:13 PM
રણજી ટ્રૉફી ફાઈનલ મુકાબલો, ગુજરાત મજબૂત સ્થિતિમાં, સ્કૉર, 206/3

નવી દિલ્લી: રણજી ટ્રૉફીની ફાઈનલમાં મુંબઈની ટીમને 228 રનમાં ઈનિંગ પુરી કરનાર ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી નહોતી. બીજા દિવસે ગુજરાતની ટીમનો સ્કોર 206 રનમાં 3 વિકેટ છે. મુંબઈના બોલરોએ ચુસ્ત બોલિંગ કરતા ગુજરાતના બેટ્સમેનોને હાથ ખોલીને રમવાનો મોકો આપ્યો નહોતો.

ગુજરાતની ટીમે 11 રનમાં જ સમિત ગોહલની વિકેટ ગુમાવી દીધી હતી. ગોહલના આઉટ થયા પછી બીજા નંબરે ઓપનર તરીકે ઉતરેલા પ્રિયંક પાંચાલ પણ 6 રન બનાવીને અભિષેક નાયરનો શિકાર બન્યો હતો. 37 રનમાં 2 વિકેટ ગુમાવ્યા પછી કેપ્ટન પાર્થિવ પટેલ અને ભાર્ગવે ગુજરાતની ટીમને કમાન સંભાળી હતી. આ બન્ને ખેલાડીઓએ ગુજરાતનો સ્કોર 70 રનની પાર પહોંચાડ્યો હતો. અને લંચ સુધીમાં ભાર્ગવ 33 અને પાર્થિવ પટેલ 23 રને અણનમ હતા.
અગાઉ મુંબઈની પહેલી ઈનિંગ માત્ર 228 રનમાં સમેટાઈ ગઈ હતી. પૃથ્વી શૉએ 71 રનની ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે પણ 57 રન બનાવ્યા હતા. પરંતુ તેના સિવાય કોઈ પણ ખેલાડી મોટો સ્કોર બનાવવામાં અસફળ રહ્યો હતો.

First Published: Wednesday, 11 January 2017 2:18 PM

ટોપ ફોટો

અમદાવાદથી દિલ્હી-MP જતી ટ્રેનોમાં હવે બચશે 1 કલાકનો સમય, જાણો શું છે રેલવેની યોજના
વલસાડમાં ટેમ્પો સાથે કાર અથડાતાં બે NRI સહિત છનાં મોત
આજે ટ્રંપ બનશે અમેરિકાના પ્રમુખ, જાણો કઈ રીતે લેશે શપથ
View More »

Related Stories

20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
20 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, 21 ફેબ્રુઆરીએ...

ગાંધીનગર: આગામી 20મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, ગુજરાતમાં

ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે
ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની