RCB vs KXIP પંજાબ સામે બેંગલૂરૂની 4 વિકેટે જીત, ડિવિલિયર્સના 57 રન

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 8:09 AM
RCB vs KXIP પંજાબ સામે બેંગલૂરૂની 4 વિકેટે જીત, ડિવિલિયર્સના 57 રન

બેંગલુરુ: પંજાબ સામે RCBનો 20મી ઓવરમાં 4 વિકેટે વિજય થયો હતો. RCBએ છેલ્લી ઓવરમાં જીત માટે ફક્ત 5 રન કરવાના હતા અને 8મા ક્રમે આવેલા વોશિંગ્ટન સુંદરે 2 ચોગ્ગા ફટકારીને 19.3 ઓવરમાં જ RCBની જીત અપાવી હતી.  ડીવિલિયર્સ અને મનદીપ RCBને છેક જીત સુધી પહોંચાડ્યા બાદ 19મી ઓવરમાં ઉપરાછાપરી બંને આઉટ થઈ ગયા હતા. ડીવિલિયર્સે 40 બોલમાં 4 છગ્ગા, 2 ચોગ્ગા થકી 57 રન ફટકાર્યા હતા. જ્યારે મનદીપે 19 બોલમાં 22 રન કર્યા હતા.

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી કિગ્સ ઈલેવન પંજાબની ટીમ 155 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

પંજાબ તરફથી  લોકેશ રાહુલે સર્વાધિક 47 રન કર્યા હતા અને અક્ષર પટેલે 33 રન કર્યા હતા. જ્યારે આરસીબી તરફથી ઉમેશ યાદવે 3 વિકેટ ઝડપી હતી.

પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરીને દબાણમાં આવેલી વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગરુલુ આજે કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીત હાસલ કરી ટૂર્નામેન્ટમાં જીતનું ખાતુ ખોલાવવાનો પૂરો પ્રયાસ કરશે.

ત્યાં સીઝનના નવા કેપ્ટન સાથે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. દિલ્લી સામે પંજાબની ટીમે 6 વિકેટથી ધમાકેદાર જીત નોંધાવી છે.

બેંગલોર: વિરાટ કોહલી(કપ્તાન), અબ્રાહમ ડિવિલિયર્સ, સપફરાજ ખાન, ક્રિસ વોક્સ, યુજવેન્દ્ર જહલ, બ્રેડન મેક્લમ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની, ક્વિંટન ડી કોક, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા

પંજાબ- લોકેશે રાહુલ, મયંક અગ્રવાલ, યુવરાજ સિંહ, કરૂણ નાયરસ, ડેવિડ મિલર, માર્કસ સ્ટોયનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન(કેપ્ટન), એજે ટાઈ, મોહિકત શર્મા, મુજીબ ઉર રહેમાન

First Published: Friday, 13 April 2018 7:57 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ