બીજી વનડેમાં ટીમ ઈંડિયાનો 6 વિકેટે વિજય, કાર્તિક-ધવનની અડધી સદી

By: abpasmita.in | Last Updated: Wednesday, 25 October 2017 9:09 PM
બીજી વનડેમાં ટીમ ઈંડિયાનો 6 વિકેટે વિજય, કાર્તિક-ધવનની અડધી સદી

પૂણેઃ બીજી વનડેમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 230 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે બીજી વન ડે મેચમાં 46 ઓવરમાં 4 વિકેટે 232 રન બનાવી જીત મેળવી હતી. આ સાથે જ સિરીઝ 1-1થી સરભર થઈ ગઈ છે.

ભારત તરફથી કાર્તિક(55) અને શિખર ધવને  (68) અડધી સદી નોંધાવી હતી.  હાર્દિક  પંડ્યા 30 રન પર કેચ આઉટ થઈ ગયો છે.  રોહિત શર્મા 7 રને સાઉથીની ઓવરમાં મુનરોને કેચ આપી બેઠો હતો. જ્યારે વિરાટ કોહલી 29 રને  કટ આઉટ થયો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે મેચમાં ટીમ ઈંડિયાને જીતવા 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 230 રન બનાવ્યા હતા. ટીમ ઈંડિયા તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને ચહલે 2-2 અને અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

અગાઉ ભારત સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ વન-ડેમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે.

ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ માર્ટિન ગુપ્ટિલના રૂપમાં પડી હતી. માર્ટિન ગુપ્ટિલને માત્ર 11 રન આઉટ થયો હતો. ત્યારબાદ કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. તેના અમુક જ સમય બાદ ભુવનેશ્વરે કોલિન મુનરોને 10 રને આઉટ કર્યો હતો. રોસ ટેલરને હાર્દિક પંડ્યાએ 21 રનના સ્કોરે આઉટ કર્યો હતો. ટોમ લાથમને અક્ષર પટેલે 38 રનના સ્કોરે આઉટ કર્યો હતો. નિકોલસને 42 રને આઉટ થયો હતો.

First Published: Wednesday, 25 October 2017 8:08 AM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories