ગોળીની જેમ થ્રો કરીને વિરાટ કોહલીએ કર્યો રન આઉટ, Video થયો વાયરલ

Friday, 3 November 2017 12:27 PM

નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમવામાં આવેલ પ્રથમ ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ભારત કોઈ ટી20 ફોર્મેટમાં કિવી ટીમ સામે જીતી શક્યું ન હતું. પરંતુ બુધવારે રમાયેલ મેચમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર ઇનિંગના જોરે ન્યૂઝીલેન્ડને 53 રને હરાવ્યું હતું.

વિરાટ કોહીલેએ આ મેચમાં બેટિંગ ઉપરાંત જોરદાર ફીલ્ડિંગ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડ ભારતના 203 રનના ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું ત્યારે 15મી ઓવરમાં વિરાટે હેનરી નિકોલ્સને પોતાના શાનદાર થ્રોથી રન આઉટ કરી મહેમાન ટીમને જોરદાર ઝાટકો આપ્યો હતો. આ મેચની સાથે જ ફાસ્ટ બોલર આશીષ નેહરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી.

LATEST VIDEO