ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: સુરત જિલ્લાની 16માંથી 15 બેઠકો પર ખીલ્યું કમળ

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 9:01 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017:  સુરત જિલ્લાની 16માંથી  15 બેઠકો પર ખીલ્યું કમળ

સુરતઃ  આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આજે આખા દેશની નજર ગુજરાત વિધાનસભાના પરિણામો પર મંડાયેલી હતી.  સુરત જિલ્લાની 16 બેઠકો પૈકી 15માં ભાજપનો ભગવો લહેરાયો હતો. માત્ર માંડવી(એસટી)  બેઠક પર જ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર આ જિલ્લામાં થઇ હતી, જોકે ચૂંટણી પરિણામ પર તેનાથી કોઇ ફરક પડ્યો હતો.

સુરત જિલ્લાનું ચૂંટણી ચિત્ર

બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ઓલપાડ મુકેશભાઈ પટેલ ભાજપ
માંગરોળ (એસસી) ગણપતભાઇ વસાવા ભાજપ
માંડવી (એસટી) આનંદભાઈ ચૌધરી કોંગ્રેસ
કામરેજ વી ડી ઝાલાવાડિયા ભાજપ
સુરત ઈસ્ટ અરવિંદ રાણા ભાજપ
સુરત નોર્થ કાંતિભાઈ બલર ભાજપ
વરાછા રોડ કુમાર કાનાણી ભાજપ
કારંજ પ્રવીણ ચૌધરી ભાજપ
લિંબાયત સંગીતા પાટીલ ભાજપ
ઉધના વિવેકભાઈ પટેલ ભાજપ
મજૂરા હર્ષ સંઘવી ભાજપ
કતારગામ વિનુભાઇ મોરડિયા ભાજપ
સુરત વેસ્ટ પૂર્ણેશ મોદી ભાજપ
ચોર્યાસી ઝંખનાબેન પટેલ ભાજપ
બારડોલી (એસસી) ઇશ્વરભાઇ પરમાર ભાજપ
મહુવા (એસટી) મોહનભાઇ ઢોડિયા ભાજપ

 

 

First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
ડ્રાઇવર હતો મુસ્લિમ આ વ્યક્તિએ કેન્સલ કરી ઓલા કેબની બુકિંગ, જાણો કંપનીએ શું આપ્યો જવાબ
આજથી રાહુલ ગાંધીનું 'બંધારણ બચાવો' અભિયાન, 2019 ચૂંટણી માટે કોંગ્રેસની દલિત વૉટ બેન્ક પર નજર
View More »