સુરતમાં જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી, કહ્યું- દેશમાં 10 વર્ષ સુધી નેતૃત્વ વિનાની સરકાર હતી

By: abpasmita.in | Last Updated: Saturday, 2 December 2017 3:00 PM
સુરતમાં જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી, કહ્યું- દેશમાં 10 વર્ષ સુધી નેતૃત્વ વિનાની સરકાર હતી

સુરતઃ દેશના નાણામંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અરુણ જેટલી વિધાનસભાનો પ્રચાર કરવા માટે સુરત પહોંચ્યા હતા. જેટલીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જેટલીએ કહ્યું કે, ગુજરાત બીજેપી માટે મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે અમે અહીં બે દાયકાઓથી વધુ સમયથી સેવા કરી રહ્યા છે.

દરમિયાન જેટલીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ છે.  ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત રાજ્યની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ અને સારો વિકાસ ગુજરાતમાં થયો છે.

ઈતિહાસમાં પહેલું ઉદાહરણ છે કે, ભારત સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. જ્યાં સરકારને મનમાની કરવાના અધિકાર હતા તેના કાયદાઓને નાબૂદ કર્યા છે. જેટલીએ કહ્યું કે, કેન્દ્રમાં 10 વર્ષ સુધી  નેતૃત્વ વિનાની યુપીએ સરકાર હતી. કહેવામાં આવતું હતું કે વડાપ્રધાન ઓફિસમાં છે પરંતુ સત્તામાં નથી.

First Published: Saturday, 2 December 2017 3:00 PM

ટોપ ફોટો

નોટબંધીનો વિરોધ કરનાર આ વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડના બની શકે છે ગવર્નર, RBIના પણ રહી ચુક્યા છે ગવર્નર, જાણો વિગત
કઈ ફિલ્મે Box Officeનાં તોડ્યા તમામ રેકોર્ડ, મહેશ બાબૂએ ખૂશ થઈને કોને કરી KISS! જાણો વિગત
સલમાન બાદ કોર્ટે વધુ એક એકટરને ફટકારી સજા, અગાઉ પણ જઈ આવ્યો છે જેલમાં, જાણો વિગત
View More »

Related Stories