સુરત: મોરારીબાપુની રામકથામાં જતા હાર્દિક પટેલને અટકાવાયો, આચારસંહિતાનું અપાયું કારણ

By: abpasmita.in | Last Updated: Friday, 8 December 2017 5:41 PM
સુરત: મોરારીબાપુની રામકથામાં જતા હાર્દિક પટેલને અટકાવાયો, આચારસંહિતાનું અપાયું કારણ

સુરતઃ વિધાનસભાની ચૂંટણીના મતદાન અગાઉના દિવસે હાર્દિક પટેલની સુરતની મુલાકાતથી રાજકીય ગરમાવો છવાયો છે. ત્યારે હાર્દિકે મોરારિબાપુની રામકથામાં હાજરી આપવા પહોંચ્યો હતો. જ્યાં આયોજકોએ તેનું સ્વાગત સન્માન કર્યું હતું. પરંતુ કથાના ડોમમાં હાર્દિકને જતો અટકાવવામાં આવ્યો હતો. અને આચારસંહિતાનું કારણ આપવામાં આવ્યું હતું.

સુરત પાસ કમિટી દ્વારા અગાઉ રામકથાના આયોજકોને ધમકી આપવામાં આવી હતી કે, રામકથાના આ આયોજનમાં કોઈ રાજકીય નેતાઓને બોલાવવામાં આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, કથાના સાતમાં દિવસ સુધીમાં કોઈ નેતા કથામાં આવ્યાં નહોતા. અને કથાના પહેલાં દિવસે જ બાપુએ આ કથા કોઈ રાજકીય કથા ન હોવાની ચોખવટ પણ કરી હતી. ત્યારે આજે હાર્દિક પટેલ કથામાં જતાં આચારસંહિતાના નામે પોલીસે હાર્દિકને અટકાવ્યો હતો.

First Published: Friday, 8 December 2017 5:41 PM

ટોપ ફોટો

નોટબંધીનો વિરોધ કરનાર આ વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડના બની શકે છે ગવર્નર, RBIના પણ રહી ચુક્યા છે ગવર્નર, જાણો વિગત
કઈ ફિલ્મે Box Officeનાં તોડ્યા તમામ રેકોર્ડ, મહેશ બાબૂએ ખૂશ થઈને કોને કરી KISS! જાણો વિગત
સલમાન બાદ કોર્ટે વધુ એક એકટરને ફટકારી સજા, અગાઉ પણ જઈ આવ્યો છે જેલમાં, જાણો વિગત
View More »

Related Stories