સુરત: PM મોદીએ રાહુલનું નામ લીધા વગર કર્યો કટાક્ષ, ‘અમે ભલભલાને મંદિર જતા કર્યા’

By: abpasmita.in | Last Updated: Monday, 27 November 2017 6:39 PM
સુરત: PM મોદીએ રાહુલનું નામ લીધા વગર કર્યો કટાક્ષ, ‘અમે ભલભલાને મંદિર જતા કર્યા’

સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના કડોદરામાં જંગી સભાને સંબોધન કર્યું હતું.  પીએમ મોદીએ 16  બેઠકો માટે મત માંગ્યાં હતાં. આ સાથે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ઊંઘ પણ નથી આવતી અને ખોટા આક્ષેપો કરે છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે ભલભલાને મંદિર જતા કરી દિધા છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું ગામડાના લોકો ગરીબી વારસામાં આપવા માંગતો નથી.  કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકારમાં જમીન-આસમાનનું અંતર છે.  કોંગ્રેસની સરકારમાં દુષ્કાળ સમયે માટીકામ માટે વિનંતી કરતા હતા. આજે ગામડાનો માનવી વિકાસની વાત કરે છે.  9 તારીખે ભાજપનું બટન દબાવી દરેક બુથ પરથી કોંગ્રેસને વિદાય આપજો.  વિકાસની ભૂખ સતત જાગતી રહેવી જોઇએ અને પ્રત્યનો સતત થતા રહેવા જોઇએ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,  કોંગ્રેસ હતાશામાં ગરકાવ થઇ ગઇ છે.

કૉંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું,  આ દરિયા કિનારા માટે 70 વર્ષ સુધી તમને વિકાસની યોજના બનાવતા કોણે રોક્યો હતા. પીએમ મોદીએ કહ્યું,  અમે બ્લુ ઇકોનોમી બનાવી, નવી રોજગારીની તકો પર ધ્યાન એકત્રિત કર્યું છે. ઘોઘા દહેજ ફેરી સર્વિસ હું નાનો હતો ત્યારથી સાંભળતો આવ્યો છું. આજે એક કલાકમાં પહોંચી શકાય છે.  આ ફેરી સર્વિસ કચ્છથી મુંબઇ સુધી આંટો મારતી થઇ જશે. કચ્છ સૌરાષ્ટ્ર તેનો લાભાર્થી બનવાનો છે.

 

 

 

First Published: Monday, 27 November 2017 6:39 PM

ટોપ ફોટો

નોટબંધીનો વિરોધ કરનાર આ વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડના બની શકે છે ગવર્નર, RBIના પણ રહી ચુક્યા છે ગવર્નર, જાણો વિગત
કઈ ફિલ્મે Box Officeનાં તોડ્યા તમામ રેકોર્ડ, મહેશ બાબૂએ ખૂશ થઈને કોને કરી KISS! જાણો વિગત
સલમાન બાદ કોર્ટે વધુ એક એકટરને ફટકારી સજા, અગાઉ પણ જઈ આવ્યો છે જેલમાં, જાણો વિગત
View More »

Related Stories