સુરત ચીનને ટક્કર આપવા સક્ષમ, નોટબંધી સમજ્યા વિચાર્યા વગરનો નિર્ણય: રાહુલ ગાંધી

By: abpasmita.in | Last Updated: Wednesday, 8 November 2017 10:23 PM
સુરત ચીનને ટક્કર આપવા સક્ષમ, નોટબંધી સમજ્યા વિચાર્યા વગરનો નિર્ણય: રાહુલ ગાંધી

સુરત: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી સુરતની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ સુરતના વરાછામાં પાવર લુમ્સ અને ડાંઈગ મીલની તથા હિરના કારખાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાહુલે વેપારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. વેપારીને સંબોધન કરતા કહ્યું કે સુરત ચીન સાથે મુકાબલો કરી શકે છે.

કૉંગ્રેસે નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા 8 નવેમ્બરે કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો, સુરતના ચોક વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે રાહુલ ગાંધીની હાજરીમાં કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પાવર લુમ્સ અને ડાંઈગ મીલની તથા ડાયમંડના કારખાનાની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર પોલીસની બીક બતાવી વેપારીઓનો અવાજ દબાવવા પ્રયાસ કરી રહી છે, વેપારીઓને ધમકાવવામાં આવે છે, પરંતુ સત્યને બહાર આવતા નથી રોકી શકાતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી અને જીએસટીના લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર વિપરિત અસર પડી છે. સુરત ચીનને ટક્કર આપવા સક્ષમ છે પરંતુ નોટબંધી અને જીએસટીએ સુરતની ક્ષમતાને ખતમ કરી નાખી. નાના વેપારીઓના ઉદ્યોગો બંધ થઈ ગયા છે.

રાહુલે વેપારીઓ સાથેની બેઠકમાં વેપારીઓના પ્રશ્નો સાંભળ્યાં હતાં. અને કહ્યું કે સરકાર વેપારીઓના પ્રશ્નો પર ધ્યાન નથી આપતી. રાહુલ વધુમાં જણાવ્યું હતું કે જીએસટી અને નોટબંધીના બે ઝટકાથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે.

વધુમાં કહ્યું કે, જે જીએસટી લગાવવામાં આવી છે તે જીએસટી છે જ નહીં,  જીએસટી એટલે એક ટેક્સ પણ ભાજપ સરકારે પાંચ અલગ અલગ ટેક્સની જીએસટી લગાવી દીધી છે. જીએસટીને લઈને ગૂંચવણોના કારણે નાના વેપારીઓ ખતમ થઈ ગયા છે. ખરેખરતો જીએસટી કોંગ્રેસનો વિચાર છે. અને જીએસટીમાં 18 ટકાથી વધુ ટેક્સ નહીં તેવી મર્યાદા રાખવામાં આવી હતી.

First Published: Wednesday, 8 November 2017 10:12 PM

ટોપ ફોટો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
ક્રિકેટર ઝાહિર ખાન અને અભિનેત્રી સાગરિકાના યોજાયા લગ્ન, જાણો કઇ કઇ સેલિબ્રિટી રહ્યા હાજર
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના