સુરતઃ શહેરના અડાજણમાં સરોજ નાયડુ માર્કેટ પાસેની સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતીએ પોતાના પૂર્વ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરી છે. પરિણીતાના વર્ષ 2012માં વિક્કી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 4 વર્ષમાં બંને વચ્ચે તકરાર થતાં બંનેએ 2016માં છૂટાછેડા લીધા હતા. છુટાછેડા થયા પછી પણ પતિએ પત્નીને કહ્યું કે હુ તને મારી સાથે રાખવાનો છું, તેમ કહેતા પત્નીએ છૂટાછેડા થવા છતાં તેની સાથે રહેવા લાગી હતી.