US આર્મીમાં ફરજ બજાવતો મૂળ સુરતનો યુવાન શહીદ, પરિવારમાં શોક

By: abpasmita.in | Last Updated: Tuesday, 3 October 2017 6:12 PM
US આર્મીમાં ફરજ બજાવતો મૂળ સુરતનો યુવાન શહીદ, પરિવારમાં શોક

સુરતઃ અમેરિકાની આર્મીમાં ફરજ બજાવતા મૂળ સુરતના કશ્યપ ભક્ત નામનો યુવાન શહીદ થયો છે. કશ્યપ ભક્ત માત્ર 18 વર્ષની ઉંમરે અમેરિકન લશ્કરમાં જોડાઈને રાષ્ટ્રની સેવા માટે સર્મિપત થઈ ગયો હતો. ગત 21 સપ્ટેમ્બરના રોજ ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર સહિત ભક્ત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા ગામના રાજેન્દ્રભાઈ દયારામભાઈ ભક્ત અને તેમના પત્ની શીલાબેન ભક્ત ઘણા સમયથી અમેરિકામાં સ્થાઈ થયાં છે. તેમનો દીકરો કશ્યપ ભક્ત માત્ર 18 વર્ષની ઉંમરે અમેરિકન લશ્કરમાં જોડાઈને રાષ્ટ્રની સેવા માટે સર્મિપત થઈ ગયો હતો. 21 સપ્ટેમ્બરના રોજ કશ્યપ બેઝ પાસે જ કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અને એરિઝોના ખાતે 30 સપ્ટેમ્બરના રોજ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. 21 વર્ષની ઉંમરે આ મૂળ ભારતીય યુવાન કશ્યપ પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં સુરત જિલ્લાના ભક્ત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કશ્યપે લશ્કરની 4 વર્ષની કારકિર્દી દરમિયાન અનેક સિદ્ધિઓ મેળવી હતી. તેણે વર્ષ 2015થી 2016 સુધી કુવૈત ખાતેની તેની અમેરિકી લશ્કરી ફરજ બજાવી હતી.

First Published: Tuesday, 3 October 2017 6:12 PM

ટોપ ફોટો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
ક્રિકેટર ઝાહિર ખાન અને અભિનેત્રી સાગરિકાના યોજાયા લગ્ન, જાણો કઇ કઇ સેલિબ્રિટી રહ્યા હાજર
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના