અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 11:42 PM
અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ

તિરુવનંતપુરમ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 રને હરાવી  2-1થી સિરીઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ન્યૂઝીલેન્ડને 68 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 6 વિકેટ ગુમાવી 8 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ઓવરોમાં ઘટાડો કરી 8-8 ઓવરની મેચ રમાઈ હતી.

ટીમ ઈંડિયા તરફથી  જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ટીમ ઈંડિયા અને ન્યૂઝીલેન્ડ ટી-20ના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત સિરીઝ પોતના નામે કરી છે. અગાઉ 2 સિરીઝ રમાઇ હતી તે બન્ને ન્યૂઝીલેન્ડે જીતી હતી.

 

First Published: Tuesday, 7 November 2017 11:41 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories