વડોદરા: ભાજપના યુવા નેતા પિનાકિન પટેલે વ્યાજખોરોથી કંટાળીને કર્યો આપઘાત

By: abpasmita.in | Last Updated: Friday, 6 October 2017 9:58 AM
વડોદરા: ભાજપના યુવા નેતા પિનાકિન પટેલે વ્યાજખોરોથી કંટાળીને કર્યો આપઘાત

વડોદરા: વડોદરા ભાજપના યુવા નેતા પિનાકિન પટેલે ગુરુવારે કરજણ નજીક તેમના ગામમાં જઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ભાજપના યુવા નેતા અને વડોદરા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ પિનાકિન પટેલે કરજણ નજીક આવેલા તેમના ગામ કંથારિયા સ્થિત ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં.

પિનાકિન પટેલના પરિવારનો વડોદરા રહેતા હતાં તથા કંથારિયામાં જે ઘર હતું તે બંધ હાલતમાં હતું. જ્યાં પહોંચી પિનાકિન પટેલે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ભાજપના યુવા નેતા પિનાકિન પટેલે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજે લીધેલા રૂપિયા પર પણ વ્યાજનું વ્યાજ ચડતા આખરે કંટાળી પિનાકિન પટેલે આત્મહત્યા કર્યાની ચર્ચા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક પિનાકિન પટેલે સ્યુસાઇડ નોટ લખી છે કે નહીં તે અંગે હજુ સુધી માહિતી મળી નથી પરંતુ પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

First Published: Friday, 6 October 2017 9:58 AM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં