ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: વડોદરા જિલ્લામાં ભાજપ આગળ

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 3:25 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017:  વડોદરા જિલ્લામાં ભાજપ આગળ

વડોદરાઃ  વડોદરા જિલ્લાની તમામ 8 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે. આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની મતગણતરી થઇ રહી છે. આખા દેશની નજર ગુજરત વિધાનસભાના પરિણામો પર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાની 10 બેઠકો પર બંન્ને પક્ષો શરૂઆતી વલણમાં કાંટે કી ટક્કર જેવો માહોલ જોવા મળ્યો હતો બાદમાં કોંગ્રેસ ડાઉન થયું હતું. ખાસ કરીને વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ, માંજલપુર બેઠક પર યોગેશ પટેલ, ડભોઇ બેઠક પર સિદ્ધાર્થ પટેલ પર તમામની નજર રહેલી હતી.

 

– પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર(પઢિયાર)નો 19027 મતથી વિજય

– વડોદરાની સંખેડામાં ભાજપના અભેસિંહ તડવીનો 12849 મતથી વિજય

– સાવલી બેઠક પર ભાજપના કેતન ઇનામદારનો 41633 મતથી વિજય

– અકોટા બેઠક પરથી ભાજપના સીમાબહેન મોહિલે વીજયી થયા છે

– કરજણ બેઠક પર કોંગ્રેસના અક્ષયકુમાર પટેલનો 3564 મતથી વિજય

– જિલ્લાની 8 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે

– કોંગ્રેસ 2 બેઠકો પર વલણમાં આગળ છે

– માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલનો 56362 મતથી વિજય

– ડભોઈ બેઠક પર ભાજપના શૈલેષભાઈ મહેતાનો સિદ્ધાર્થ પટેલ સામે 2839 મતથી વિજય

– સયાજીગંજ બેઠક પરથી ભાજપ નેતા જીતુ સુખડિયા આગળ ચાલી રહ્યાં છે

– વડોદરા  શહેર અને અકોટા બેઠક પર ભાજપ આગળ

 

First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories