વડોદરા: ધોરણ 6ના વિદ્યાર્થીને ST બસે અડફેટે લેતા મોત, લોકોએ બસ ડ્રાઈવરને માર્યો માર

By: abpasmita.in | Last Updated: Sunday, 25 February 2018 2:09 PM
વડોદરા: ધોરણ 6ના વિદ્યાર્થીને ST બસે અડફેટે લેતા મોત, લોકોએ બસ ડ્રાઈવરને માર્યો માર

વડોદરાઃ વડોદરામાં સ્કૂલની સાઇક્લોથોનમાં ભાગ લેવા જઇ રહેલા એક વિદ્યાર્થીનું એસટી બસની ટક્કરે મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સાઇક્લોથોનમાં ભાગ લેવા જઇ રહેલા અંબે સ્કૂલના ધોરણ 6 માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ કરતા દીપ નામના વિદ્યાર્થીનું બસની ટક્કરે મોત થયું હતું. અકસ્માતમાં બાળકનું મોત થતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રસ્તા પર માટલાઓ ફોડીને રસ્તો બ્લોક કર્યો હતો.

રોષે ભરાયેલા લોકોએ બસના ચાલક-ક્લિનર, સ્કૂલના પ્રિન્સીપાલને માર માર્યો હતો અને સ્કૂલમાં ભારે તોડફોડ કરી હતી. બનાવને પગલે 3 કલાક સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી જય અંબે વિદ્યાલય દ્વારા આજે રવિવારે સવારે સાડા પાંચ વાગ્યે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબે ગૃપની તમામ શાખાઓ દ્વારા વિદ્યાર્થીઓને સવારે 5 કલાકે પોતાની સ્કૂલ ઉપર બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી ફ્લેગઓફ આપ્યા બાદ વિદ્યાર્થીઓને નવલખી મેદાન ઉપર પહોંચવાનું હતું.

First Published: Sunday, 25 February 2018 2:09 PM

ટોપ ફોટો

સસ્પેન્સ ખત્મ, આ હોટ એક્ટ્રેસ સાથે શોમાં કમબેક કરશે સુનીલ ગ્રોવર
બંગાળી યુવતીને ભગાડી જનાર કામરેજ PSIને શું મળી સજા, કઈ રીતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, જાણો વિગત
Pics: આ છે વિશ્વનો એકમાત્ર સફેદ ગેંડો, હવે ક્યારેય જોવા નહીં મળે!
View More »

Related Stories