ભરૂચઃ PM મોદીએ કહ્યુ- 'બુલેટ ટ્રેન સામે કેટલાક લોકોને તકલીફ, વાંધો ઉઠાવનારા બળદગાડામાં ફરે'

By: abpasmita.in | Last Updated: Sunday, 3 December 2017 2:34 PM
ભરૂચઃ PM મોદીએ કહ્યુ- 'બુલેટ ટ્રેન સામે કેટલાક લોકોને તકલીફ, વાંધો ઉઠાવનારા બળદગાડામાં ફરે'

ભરૂચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના પ્રવાસ પર છે. મોદીએ આજે ભરૂચમાં જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કોગ્રેસ નેતા અહેમદ પટેલનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, ગુજરાતમાં પૂર હતું છતાં અહેમદ પટેલને જીતાડવા માટે કોગ્રેસના ધારાસભ્યો બેગ્લોર જતા રહ્યા હતા.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘રાહુલ અને સોનિયા ગાંધી વારંવાર ગુજરાતના પુત્ર અને ગુજરાતની વહુ એમ કહે છે તો મારો સવાલ છે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા અને રાજીવ ગાંધી ગુજરાતની કઈ હોસ્પિટલમાં જન્મ્યા હતા?’ વડાપ્રધાને જણાવ્યું કે, બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે ત્યારે ભરૂચનું ટુરિઝમ વધશે. મોદીએ કહ્યું કે, બુલેટ ટ્રેન માટે કેટલાક લોકોને વાંધો છે અને જેમને વાંધો હોય તે બળદ ગાડામાં ફરે. બુલેટ ટ્રેન માટે અમે જાપાનથી મફતના ભાવે 1લાખ કરોડ રૂપિયા લઈ આવ્યા છીએ. ભાજપનો વિરોધ કરે એ સમજાય,દેશની પ્રગતિનો વિરોધ કેવી રીતે ચલાવી લેવાય.

આદિવાસીઓને જમીનના હક આપવાનું કામ ગુજરાતની સરકારે કર્યું છે. નર્મદા કેનાલની આસપાસ વાંસ ઉગાડવામાં આવશે. વાંસ એ ઝાડ નથી, વાંસ એ ઘાંસનો એક પ્રકાર છે. ખેડૂત તેને પોતાના ખેતરમાં ઉગાડીને વેચી શકે. જેથી વિદેશમાંથી મંગાવવા પડતા વાંસની ખોટ અહીંથી જ પુરી કરી શકાય.

First Published: Sunday, 3 December 2017 2:34 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories