વડોદરામાં આવેલી ખેતલાઆપા ટી સ્ટોલની ત્રણ શાખા પર દરોડા, દૂધના સેમ્પલ લેવાયા

By: abpasmita.in | Last Updated: Friday, 15 September 2017 4:28 PM
વડોદરામાં આવેલી ખેતલાઆપા ટી સ્ટોલની ત્રણ શાખા પર દરોડા, દૂધના સેમ્પલ લેવાયા

વડોદરા:  વડોદરામાં થોડા સમય અગાઉ જ શરૂ કરવામાં આવેલા રાજકોટના પ્રખ્યાત ખેતલા આપા ટી સ્ટોલની ત્રણ શાખાઓ પર આજે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે આ ટી સ્ટોલોમાંથી દૂધના સેમ્પલ લઈને લેબોરેટરી માટે મોકલી આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સયાજીગંજ, જેતલપુર રોડ અને વાઘોડિયા રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ ચાલે છે. થોડા સમય અગાઉ શરૂ થયેલા આ ટી સ્ટોલે શહેરના ચાના શોખીનોમાં ઘેલું લગાડ્યું છે. ટી સ્ટોલ શરૂ થતા જ ચા ના શોખીનોનો ભારે ઘસારો ચાલુ થઈ ગયો છે.

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં સિવાય વાઘોડિયા રોડ અને જેતલપુર રોડ પર અન્ય બે શાખાઓ શરૂ થઇ હતી. આ ત્રણેય ટી સ્ટોલ પરથી દૂધના નમૂના લેવાયા છે. દૂધના નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

આરોગ્ય વિભાગના અધિકારી જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, ખતેલા આપાની સયાજીગંજ, વાઘોડિયા રોડ અને જેતલપુર રોડ ઉપર આવેલી શાખામાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અને તેમના દ્વારા ચા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દૂધના નમૂના લઇ લેબ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. દૂધના નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, હાલમાં જ ખેતલા આપા ટી સ્ટોલની બે શાખા પરથી રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ અને ફૂડ વિભાગ દ્વારા દુધના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલમાં આવ્યા હતા. જેમાં લેબોરેટરીમાં ફેલ થયા છે અને દુધમાં ફેટ અને એસએનએફનું પ્રમાણ ઓછું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

First Published: Friday, 15 September 2017 4:28 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં