અમદાવાદઃ બજરંગદળના કાર્યકોરોએ યુવક-યુવતીઓને રિવરફ્રંટ પરથી ભગાડ્યા, જુઓ વીડિયો

Wednesday, 14 February 2018 11:48 AM

અમદાવાદઃ આજે વેલેન્ટાઇન ડે હોવાથી સમગ્ર દુનિયામાં ધામ-ધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રેમી યુગલો દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શહેરના રિવરફ્રન્ટ ખાતે પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે બજરંગદળના કાર્યકરો ત્યાં જયશ્રી રામના નારા સાથે દોડી આવ્યા હતા અને યુવક-યુવતીઓને ત્યાંથી ભગાડ્યા હતા. જોકે, પોલીસે તેમની અટકાયત કરી હતી.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજ સવારથી જ રિવરફ્રન્ટ સહિતના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેવા બજરંગદળના કાર્યકરો યુવક-યુવતીઓને ભગાડવા આવ્યા કે પોલીસ આવી પહોંચી હતી અને તેમને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

LATEST VIDEO