વડોદરાઃ GSP કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, ચાર કર્મચારીઓના મોત, જુઓ વીડિયો

Sunday, 21 January 2018 1:06 PM
વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં આવેલી જીએસપી કંપનીમાં રવિવારે સવારે બ્લાસ્ટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં ચાર કર્મચારીઓના મોત થયા છે, જ્યારે દાઝી ગયેલા ચાર કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોના કહેવા મુજબ આશરે 5 કિમી સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર દોડી આવીને આગળની તપાસ હાથ ધરી છે.

LATEST VIDEO