સુરતઃ ક્રિકેટ રમતાં રમતાં મળ્યાં 40 લાખના હીરા, જાણો હીરાના વેપારીને પરત કરનાર બાળક કોણ છે?

Saturday, 19 August 2017 12:24 PM

સુરતઃ સુરતના વોચમેનના દીકરાએ 40 લાખ રૂપિયાના હીરા હીરા દલાલને પરત કરીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. હીરા પરત કરનાર આ 13 વર્ષીય બાળકનું આજે સન્માન કરવામાં આવ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વોચમેનનો દીકરો ક્રિકેટ રમતો હતો, ત્યારે તેને 40 લાખ રુપિયાના હીરા ભરેલું પાકીટ મળ્યુ હતું. આ મામલે તપાસ કરતાં આ હીરાનું પાકીટ હીરા બ્રોકરનું હોવાનું સામે આવ્યુ હતું. જેને લઇને વોચમેને ઇમાનદારીથી આ હીરા તેમને પરત કર્યા.

બાળકની પ્રામાણિકતાથી ખુશ થઈને સુરત ડાયમંડ અસોસિયેશને બાળકનું સન્માન કર્યુ અને તેના પગલાંને બિરદાવ્યું. સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓએ બાળકની પ્રામાણિકતાના વખાણ કર્યા અને તેનો એક વર્ષનો ભણતરનો ખર્ચ ઉપાડવાની પણ જાહેરાત કરી. એક બાજુ સુરતમાં ઉઠમણૂં થયાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આ વોચમેનના દીકરાએ પ્રામાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

આ હીરા સુરત મહિધરપુરામાં મનસુખભાઈ નામના હીરાના વેપારીનું 40 લાખના હીરાનું પાકીટ રસ્તામાં પડી ગયુ હતુ અને તે વૉચમેનના 13 વર્ષના વિશાલ ઉપાધ્યાયને મળ્યું અને તેણે મનસુખભાઈને પાકીટ પરત કર્યુ.

LATEST VIDEO