અમદાવાદમાં ચોટીકાંડથી ફફડાટઃ 15 વર્ષીય છોકરીની ચોટી કપાઇ, લોકોએ બચવા શું કર્યું? જુઓ વીડિયો

Saturday, 12 August 2017 12:18 PM

અમદાવાદઃ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ચોટીકાંડને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજે અમદાવાદના નારોલમાં ચોટીકાંડનો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષીય છોકરીની ચોટી કપાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોએ ભયભીત બની ઘરની બહાર જયશ્રીરામ લખ્યું છે અને કંકુથી થાપા માર્યા છે. જોકે, રાજકોટમાં બનેલી ઘટનામાં વિજ્ઞાનજાથાએ તપાસ કરતાં આ માનવસર્જિત ઘટના હોવાનું સામે આવ્યું છે. ત્યારે એબીપી અસ્મિતા લોકોને અફવાથી બચવાની અપીલ કરી રહ્યું છે. વિજ્ઞાન જાથાએ પણ લોકોને અંધશ્રદ્ધા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.

LATEST VIDEO

 

Recommended