અમદાવાદના ખાડિયાામાં રૂપાણીએ પરિવાર સાથે ઉજવી ઉત્તરાયણ , જુઓ વીડિયો

Sunday, 14 January 2018 11:36 AM

અમદાવાદઃ રાજ્યભરમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. રૂપાણીએ અમદાવાદના ખાડિયામાં ઉત્તરાયણમાં પતંગ ચગાવી હતી. રૂપાણીની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને યુવા નેતા ઋત્વિજ પટેલ પણ જોડાયા હતા.

આ પ્રસંગે રૂપાણીએ કહ્યું  હતું કે, પતંગ મહોત્સવ ગુજરાતની બ્રાન્ડ છે.નવરાત્રી અને ઉત્તરાયણ એ બંન્ને ગુજરાત સાથે જોડાયેલા છે. ઉત્તરાયણ પર ગુજરાતની તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું.

LATEST VIDEO