શંકરસિંહ બાપુએ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદારના બનવા અંગે શું કર્યો મોટો ધડાકો?

Monday, 20 March 2017 4:48 PM

અમદાવાદઃ આજે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસની ટિકિટ ઇચ્છતા ઉમેદવારો સાથે બેઠક મળી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત કાર્યકરોને સંબોધ્યા હતા. આ સમયે તેઓ સીએમ પદની રેસમાંથી નીકળી જાય છે, તેમ જણાવ્યું હતું. બાપુ બોલવા ઉભા થયા ત્યારે બાપુને સીએમ જાહેર કરવાના નારા લાગ્યા હતા. આ પછી તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે શરદ પવાર અંગે બોલતા ઉમેર્યું હતું કે, મેં પૂછ્યું કે બીજેપી ને બ્રેક લાગે તે માટે આપ કમિટેડ છો આ પૂછવા ગયો હતો. એનસીપી નું વલણ જાણવા ગયો હતો. જાહેર જીવન માં હારજીત થતી હોય છે. જાહેર જીવન મા આવેલ લોકો નું એક સ્તર હોઈ છે. પોતાના ટૂંકા સ્વાર્થ માટે કબ્રસ્તાન અને સ્મશાનને વેચનાર લોકો છે. આ પછી બાપુએ એલાન કર્યું હતું કે, હું સીએમની રેસમાં નથી.

LATEST VIDEO

 

Recommended