1,000 ફૂટ ઉંચી ઇમારત પર સેફ્ટી વિના લટકી મોડલે કરાવ્યું ફોટોશૂટ , વીડિયો થયો વાયરલ

Friday, 17 February 2017 4:45 PM

નવી દિલ્લીઃ પરફેક્ટ ફોટોના ચક્કરમાં એક રશિયન મોડલે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. આ મોડલનો ખતરનાક ફોટોશૂટ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, લોકો મોડલના આ ફોટોશૂટની ખૂબ ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં આ મોડલે કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના દુબઇની સૌથી ઉંચી બિલ્ડિંગ પરથી લટકતા ફોટોશૂટ કરાવ્યું હતું.

22 વર્ષની વિક્ટોરિયા ઓડિન્ટસોવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. તેણે ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મે આ કરી બતાવ્યું છે.

લોકો મોડલના આ પગલાને ગાંડપણ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મોડલનું આ ફોટોશૂટથી યુવાઓમાં ખોટો મેસેજ જાય છે.

LATEST VIDEO

 

Recommended