રાહુલને ગાળો દેવા ઋત્વિજ પટેલે જૂઠ્ઠાણુ ચલાવ્યું, ગાંધીજીની પ્રતિમાને સરદારની ગણાવી

Friday, 24 November 2017 3:51 PM

પોરબંદરઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેમણે આજે દિવસની શરૂઆતમાં પોરબંદરની મુલાકાતથી કરી હતી. રાહુલે સૌપ્રથમ ગાંધી બાપૂના ઘરે કિર્તી મંદિર જઈ દર્શન કર્યા હતા. અહીં તેમને ગાંધીજીની પ્રતિમા આપી સ્વાગત કરાયુ હતું. તે દરમિયાન તેમના હાથમાંથી મૂર્તિ છટકી ગઇ હતી પરંતુ તેમણે મૂર્તિને નીચે પડવા દીધી નહોતી. જોકે, ગુજરાત યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલે ભાંગરો વાટ્યો હતો અને કહ્યું હતું કે, જે સરદારની પ્રતિકૃતિને સંભાળી શકતા નથી તે સરદારના સંસ્કારોનું કઇ રીતે અનુકરણ કરશે તેવો બહુ મોટો પ્રશ્વ ઉભો થયો છે.

LATEST VIDEO