અમદાવાદઃ 50 હજારમાં સગીરાને વેચી દીધી, બે મહિલા સહિત ચારની કરાઇ ધરપકડ

Sunday, 15 April 2018 5:18 PM
અમદાવાદ: અમદાવાદના સરદારનગરમાં સગીરાને 50 હજાર રૂપિયામાં વેચી નાખવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં બે મહિલા સહીત ચાર આરોપીની ધરપકડ કરી છે. મહિલાએ સગીરાને વસ્તુ આપવાના બહાને લલચાવીને અપહરણ કરતી હતી. રાજસ્થાનમાં સગીરાના લગ્ન કરાવીને વહેંચી દેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સગીરાને રાજસ્થાના જોધપુરમાં 50  હજારમાં રાજુ ઢોલીને વેંચવામાં આવી હતી. પોલીસે સગીરાને સલામત રીતે છોડાવી છે. એક વર્ષ પહેલા ગુમ થયેલા સગીરા મળી આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 

LATEST VIDEO