અમદાવાદના રાણીપમાં ગેસના બે બાટલા ફાટ્યા, ઘટના કેમેરામાં કેદ

Friday, 17 February 2017 10:51 AM

અમદાવાદઃઅમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં બે ગેસના સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ દુર્ઘટના આનંદપાર્ટી પાસે બની હતી. કેટર્સની દુકાનમાં બે ગેસના સિલિન્ડર ફાટતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઇને પણ જાનહાનિ થઇ નથી. ઘટનાને પગલે ફાયર ફાઇટર્સની  ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગેસ સિલિન્ડર ફાટવાની આ સમગ્ર ઘટના કેમેરામા કેદ થઇ હતી. કેમેરામાં ગેસ સિલિન્ડર ફાટતા સ્પષ્ટ જોઇ શકાય છે. સિલિન્ડર ફાટવાથી ભયાનક વિસ્ફોટ પણ થયો હતો

LATEST VIDEO

 

Recommended