ગાંધીનગરઃ હાર્દિક અને જીજ્ઞેશ મેવાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જુઓ વીડિયો

Saturday, 17 February 2018 11:54 AM

ગાંધીનગરઃ જમીન વિવાદને લઇને દલિત પરિવારના સભ્યના મોતના પાટણ અને ઉંઝામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ સિવિલ પહોચ્યા હતા અને પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી. અહીં મૃતક ભાનુભાઇના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બીજી તરફ દલિત સમાજના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો અને દુકાનો બંધ કરાવી હતી. પાટણ કલેકટર કચેરી ખાતે દુદખાના રહીશોની જમીન મેળવવાના મામલે અગાઉથી અલ્ટીમેટમ અપાયા બાદ ઉંઝાના દલિત કાર્યકર ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું જેમનું ગઇકાલે રાત્રે નિધન થયું હતું.

 

LATEST VIDEO