હાર્દિક પટેલનો યુવતી સાથેનો વધુ એક કથિત વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો

Tuesday, 14 November 2017 11:30 AM

અમદાવાદઃ ગઈ કાલે સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનો યુવતી સાથેનો કથિત સેક્સ વીડિયો બહાર આવ્યો હતો. આ પછી આજે વધુ એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હાર્દિક પટેલ જેવો દેખાતો શખ્સ અને અન્ય બે યુવકો મુંડન કરેલા દેખાય છે. જેમની સાથે એક યુવતી બેઠેલી છે. જોકે, આ વીડિયોની પુષ્ટી એબીપી અસ્મિતા કરતું નથી. ગઈ કાલે કથિત વીડિયો વાયરલ થયા પછી હાર્દિક પટેલે વીડિયોમાં દેખાતો શખ્સ પોતે ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તે વધુ કાર્યવાહી કરશે, તેમ જણાવ્યું હતું.

LATEST VIDEO