ભારતના સ્ટાર ક્રિકેટરની પત્નીનો આ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ, જાણો શું છે કારણ? યુવરાજની પત્નીએ કર્યાં કેવાં વખાણ?

Sunday, 12 November 2017 12:42 PM

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે જાણીતા સ્ટાર ક્રિકેચર શિખર ધવનની પત્ની આયેશાનો એક વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આયેશા પર મેજર સર્જરી કરાઈ હતી અને આન સર્જરી થયા બાદ હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ ચૂકી છે. આ વાત પોતે આયેશાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહી છે.

તેણે જિમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘મેજર સર્જરીના 6 સપ્તાહ બાદ હવે હું સંપૂર્ણ ફિટ છું. હવે ફરીથી હું તે કામ કરી શકું છું જે મને પસંદ છે, ડેડ લિફ્ટિંગ. ક્યારેય બહાનાં ન બનાવો, કોઈને કોઈ રસ્તો શોધો.’ આયેશાના આ વીડિયોને સોશિયલ મીડિયાએ વધાવ્યો છે. આયેશાને સુપર વુમન અને વન્ડર વુમન કહીને પ્રસંશા કરાઈ છે.

આ વીડિયો જોઈને ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલે પણ આયેશાની ખૂબ પ્રશંસા કરી છે. તેણે કોમેન્ટ કરતા કહ્યું, ‘દોસ્ત, તુ કમાલ છે.’ આયેશાની સર્જરી સમયે તેની સાથે રહેવા માટે શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીમાં નહોતો રમ્યો.

શિખરે આયેશા સાથેની તસવીર ટ્વીટ કરતા લખ્યું હતું કે, અત્યારે મારે મારી પત્ની સાથે રહેવું જરૂરી છે. બાદમાં તેણે ફરી એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેની પત્નીને સર્જરીની જરૂર છે. ચાહકોએ શિખરની પત્ની જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે દુઆઓ માંગી હતી.

LATEST VIDEO