જેના ડાયરામાં કરોડોની નોટો ઉડતી તે લોકકલાકારે કર્યો કેશલેસ ડાયરો, જુઓ કેવો હતો માહોલ ?

Sunday, 11 December 2016 11:00 AM

સુરતઃ સુરત જિલ્લાના બારડોલી ખાતે યોજાયેલા લોક ડાયરામાં કેશલેસ દાન કરાયુ હતું. સામાન્ય રીતે ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરીને દાન આપતા હોય છે ત્યારે આ ડાયરામાં લોકોએ ચેક અને ક્રેડીટ કાર્ડથી દાન કર્યુ હતું. આ ડાયરાનું આયોજન બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારે  કર્યુ હતું. કેશલેસ ડાયરા બદલ વડાપ્રધાન મોદીએ ઇશ્વરભાઇનો આભાર માન્યો હતો.

આ ડાયરાનું આયોજન આર્મી વેલ્ફેર ફંડ માટે થયુ હતું. ડાયરામાં કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી હતી.  ડાયરામાં સ્ટેજ ઉપર એક પણ નોટો નહિ ઉડાડી દેશનો જાણે પ્રથમ કેસ લેશ ડાયરો બન્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ બનાસકાંઠામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં 2000 રૂપિયાની નવી નોટો ઉડતા વિવાદ પેદા થયો હતો.

 

LATEST VIDEO