જૂનાગઢઃ રસ્તા વચ્ચે બે સિંહણો લટાર મારતી મળી જોવા, જુઓ વીડિયો

Monday, 8 January 2018 11:51 AM

જૂનાગઢઃ જૂનાગઢના દેવાળિયા રોડ પર ભર બપોરે બે સિંહણ લટાર મારતી જોવા મળી હતી. રોડ પર લટાર મારતી બે સિંહણનો વિડીયો વાયરલ થયો છે. સાસણમાં સિંહ દર્શન કરવા માટે આવેલા પ્રવાસીએ બે સિંહણનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. લોકોએ પણ સિંહ દર્શનનો આનંદ લીધો. સામાન્ય રીતે સિંહ રાત્રે કે વહેલી સવારે રસ્તા પર જોવા મળતા હોય છે ત્યારે ભર બપોરે સિંહ જોવા મળ્યા હતા. સાસણ અને આસપાસ સિંહોની વસ્તી હોવાથી અવારનવાર સિંહ પરિવાર રસ્તા પર જોવા મળે છે

LATEST VIDEO