જીગ્નેશ મેવાણીને લુણાવાડામાં ઘૂસવા નહીં દેવાય, તેવી ચિમકી કોણે અને કેમ આપી? જુઓ વીડિયો

Friday, 12 January 2018 5:21 PM

લુણાવાડાઃ દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રાજપૂત સંગઠને ચિમકી આપી છે અને માફી માંગી ખુલાસો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. રાજપૂત સંગઠન દ્વારા ચિમકી આપવામાં આવી છે કે, જીગ્નેશ મેવાણી માફી નહીં માગે તો લુણાવાડામાં તેની સભા કે રેલી થવા દેવાશે નહીં. રાજપૂત સંગઠન મહાકાલ સેનાના સભ્ય કુંવર ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણી અંગે કોઈ ખુલાસો નહીં કરે અને માફી નહીં માગે તો કાલના કાર્યક્રમમાં જે થશે, તેની જવાબદારી જીગ્નેશ અને આયોજકોની રહેશે. 

LATEST VIDEO