'જો ભારત જીતશે તો હું બ્લૂ બિકિની પહેરીશ', અર્શી ખાને કર્યો દાવો

Sunday, 18 June 2017 1:33 PM

મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન પાકિસ્તાન જીતે તેવી આશા રાખે છે. અર્શી ખાને પોતાના ચાહકોને જણાવ્યું હતું કે જો ભારત જીતશે તો તે બ્લૂ બિકિનીમાં પોતાની તસવીર પોસ્ટ કરશે. જોકે અર્શી ખાને કહ્યું કે, તે રમઝાન મહિના બાદ જ આવી તસવીર પોસ્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસે સેક્સ રેકેટ ચલાવનારા આરોપમાં ગયા વર્ષે પૂણેની એક હોટલમાંથી અર્શી ખાનની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને મહિલા સુધાર ગૃહમાં મોકલવામાં આવી હતી જ્યાંથી તે ફરાર થઇ ગઇ હતી.

 

LATEST VIDEO

 

Recommended