ભારે ખેંચતાણ પછી નારાણ રાઠવાની રાજ્યસભાની ઉમેદવારી માન્ય, જુઓ વીડિયો

Tuesday, 13 March 2018 6:24 PM

ગાંધીનગરઃ આજે રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો દિવસ હતો. આજે બપોરે ફોર્મ ચકાસણી શરૂ થતાની સાથે જ સૌની નજર તેના પર હતી. કારણ કે, છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાના ફોર્મને લઈને સસ્પેન્સ રહ્યું હતું. આજે પરસોત્તમ રૂપાલા અને નારણ રાઠવાના ફોર્મને લઈને વાંધાઓ ઉઠાવવામાં આવ્યા  હતા. જોકે, ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. નારાણ રાઠવાના ફોર્મને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રકઝક થઈ હતી. જોકે, નારણ રાઠવાનું ફોર્મ માન્ય રહેતા સસ્પેન્સનો અંત આવી ગયો છે. 

LATEST VIDEO