નર્મદાનું પાણી કઈ રીતે વેડફાઇ રહ્યું છે? આ વીડિયો જોઇને ચોંકી જશો

Tuesday, 13 February 2018 11:33 AM

એબીપી અસ્મિતાના એક વાચકે અમને પાણીનું બગાડ થતો એક વીડિયો મોકલ્યો છે. તેણે લખ્યું છે કે, આજ કાલ સમાચાર પત્ર અને ટેલિવિઝન પર જોઉં છુ કે સરકાર તરફથી જનતાને પાણી બચાવા માટે વિનંતી કરવામાં આવી રહી છે જયારે અહીંયા હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે, એકજ કારણના લીધે, જાળવણીનો અભાવ અને આવું લીકેજ બીજી ઘણી જગ્યાએ છે. મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ પાણીનો બગાડ થતો અટકાવા માટે પાણીપુરવઠા ખાતાને પગલાં લેવાનું કહે અને કોઈ પણ સ્થાનિક મદદની જરૂર હોય તો અમે લોકો સ્વેછાએ મદદરૂપ થવા તૈયાર છીએ. આ તસવીરો સતલાસણા-અંબાજી હાઈવે, સતલાસણા નજીકની છે. આ વીડિયો દિગ્વિજય નામના યુવકે અમને ટ્વીટર પર મોકલ્યો છે.

LATEST VIDEO