રાજકોટઃ યુવતી સાથે કારમાં બેઠેલા યુવકને જાહેરમાં જ માર મારી કરાયું અપહરણ, જુઓ LIVE VIDEO

Thursday, 27 October 2016 12:51 PM

રાજકોટઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવકને કેટલાક શખ્સો ઢોર માર મારી રહ્યા છે. આ વીડિયો અંગે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો રામકૃષ્ણનગર પાસે આવેલા બગીચા પાસેનો છે. બે દિવસ પહેલાં એક યુવક યુવતી સાથે કારમાં બેઠો હતો, ત્યારે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવકને માર મારવા લાગ્યા હતા. આ પછી તેનું અપહરણ કરી લેવાયું હતું. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

LATEST VIDEO