રાજકોટઃ ડ્રેનેજના પ્રશ્ને કોગ્રેસે કર્યો વિરોધ, અધિકારીઓને મંદિરમાં પુરી દીધા

Monday, 8 January 2018 12:24 PM

રાજકોટઃ રાજકોટના મવડી વિસ્તારમાં ગટરની સમસ્યાનો ઉકેલ ના આવતા ગુસ્સે ભરાયેલા કોગ્રેસના કોર્પોરેટરે રાજકોટ મહાનગરપાલિકાના નવ અધિકારીઓને મંદિરમાં પૂરી દીધા હતા. દોઢ કલાક બાદ વિપક્ષની દરમિયાનગીરી બાદ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

ડ્રેનેજના પ્રશ્ને કૉંગ્રેસના કોર્પોરેટરે અનોખો વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 12ની હદમાં આવે છે કે વોર્ડ નંબર 13ની હદમાં તે અધિકારીઓ નક્કી ન કરી શકતા સ્થાનિકોએ વિરોધ કર્યો. હોબાળા વચ્ચે વિરોધ પક્ષના નેતા પણ ઘટના સ્થળે પહોંચ્યા.વોર્ડ નંબર 13ના અધિકારીએ વિસ્તાર તેમના ક્ષેત્રમાં આવતો હોવાનો અને ત્યાંના પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી.

LATEST VIDEO