MP: ચૂંટણી પ્રચાર કરવા ગયેલા બીજેપીના નેતાને લોકોએ જૂતાનો હાર પહેરાવ્યો, જુઓ વીડિયો

Sunday, 7 January 2018 6:09 PM

ભોપાલઃ  મધ્યપ્રદેશના ધામનોદમાં નગરપાલિકાના અધ્યક્ષપદ માટે બીજેપીના ઉમેદવાર દિનેશ શર્માને મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. દિનેશ શર્મા ગુલઝરા વોર્ડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા આ દરમિયાન નારાજ મતદારોએ તેમને જૂતાની માળા પહેરાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ વોર્ડમાં પરસરામ પાટીદારો વધુ છે અને તેઓ બીજેપી સમર્થિત મતદારો છે. ગયા વખતે નગરપાલિકાના અધ્યક્ષ પદે બીજેપી નેતા હોવા છતાં વોર્ડની પાણીની સમસ્યા ઉકેલાઇ ન હોવાના કારણે તેઓ નારાજ હતા. લોકોએ દિનેશ શર્માને જૂતાની માળા પહેરાવી નારાજગી વ્યક્ત કરી હતી.

 

LATEST VIDEO