'દલિત પરિવારને પોલીસે જાહેરમાં નગ્ન કરીને ફટકાર્યો ' એ નામે વાયરલ થયેલા વિડીયોની શું છે હકીકત ?

Thursday, 20 October 2016 5:15 PM

લખનઉઃ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાના દનકૌર વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધવા ગયેલા દલિત પતિ-પત્નીને પોલીસે નગ્ન કરી દઇ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના રાજમાં ઉત્તરપ્રદેશમાં દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પોસ્ટની સાથે ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ ઘટના ઓક્ટોબર 2015ની છે જેમાં પોતાના ઘરે ચોરી થયાની ફરિયાદ નોંધવા ગયેલા દલિતોને નગ્ન કરી દેવામાં આવ્યા હતા.

જોકે, પોલીસનો આરોપ છે કે દલિત દંપતિએ વિરોધ પ્રદર્શન કરવા માટે જાતે જ પોતાના કપડાં ફાડ્યા હતા. પોલીસ પર બંન્નેને માર મારવા અને કપડા ફાડવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. આશ્વર્યની વાત એ છે કે આ ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઇ પણ આગળ આવ્યુ  નહોતું

 

LATEST VIDEO