રાજકોટ સામાન્ય બોલાચાલીમાં બે વેપારી પર ફાયરિંગ, જુઓ વીડિયો

Wednesday, 14 February 2018 4:36 PM

રાજકોટઃ શહેરના પેડક રોડ પર બે વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. કચરો નાંખવા જેવી સામાન્ય બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. આ ઘટનાની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. આ ઘટનાના સમાચાર હાલ વાયુ વેગે આખા શહેરમાં ફેલાઇ ગયા છે અને ઘટનાસ્થળે હાલ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. જોકે, આ ફાયરિંગ કોના દ્વારા કરાયું તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.

LATEST VIDEO