મુખ્યમંત્રી રૂપાણીને ચાંદલો કરવા ગયેલી બાળકીના વાળ સળગ્યા, સામે આવ્યો વીડિયો

Monday, 16 April 2018 11:36 AM

રાજકોટ: ગઈ કાલે રાજકોટ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાગત દરમિયાન ચાંદલો કરવા ગયેલી એક બાળાના વાળ સળગી ઉઠ્યા હતા. કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસના ખાતમુહૂર્ત સમયે સીએમને ચાંદલો કરવા આવેલી બાળાના વાળ થાળીમાં રહેલા દીવાની જાળે સ્પર્શતા સળગી ઉઠ્યા હતા. જો કે, પોલીસ જવાનની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી હતી. બાળાના વાળ વધુ બળે તે પહેલા જ પોલીસ જવાને આગ ઠારી દીધી હતી. બાળાને અન્ય કોઇ ઇજા પહોંચી નહોતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

LATEST VIDEO