રાજકોટઃ પરિવાર સાથે ટિકિટ વગર IPLની મેચ જોવા આવેલા PSIએ કેવી કરી દાદાગીરી? જુઓ વીડિયો

Friday, 21 April 2017 12:45 PM

રાજકોટ: ગત 18 એપ્રિલે રાજકોટ ખાતે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પોલીસ વાહનોમાં પોતાની ફેમિલીને લઇને મેચની ટિકિટ કે પાસ વિના પોતાની કાર અંદર લઇ જઈ રહ્યા હતા.ગેઇટ પર હાજર સિક્યુરિટી ગાર્ડે પોલીસ વાહન રોકી તેમાં સવાર પોલીસના પરિવારજનો ની ટિકિટ માંગતા પોલીસ ઉશ્કેરાયા હતા. એટલું જ નહીં, તેમણે ગાર્ડની દકરકાર કર્યા વિના કાર અંદર જવા દીધી હતી. બીજી તરફ સિક્યુરીટી ગાર્ડે પોલીસની જીપ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ગાર્ડે કાર સામે ઊભા રહી રોકવા પ્રયાસ કરવા છતાં રોકી ન હતી. ન છૂટકે તેણે ઊંધા પગે દોડીને રોકવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. આ મામલે રાજકોટ એસપીએ ડીવાયએસ કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે. રાજકોટ રૂરલ એસ.પી.એ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતી મેળવી તપાસ કરવામાં આવશે. કંઇ પણ ખોટું કર્યાનું બહાર આવશે તો ત્વરિત પગલાં લેવામાં આવશે.

ધમાલ કરનાર પીએસઆઇ વિંછીયા સાઇડના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેની જીપમાં પરિવાર કે મિત્રો હતો અને તે મેચમાં પાસ વગર મુકવા ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમતેમ કરીને ગાર્ડે જીપ રોકાવી હતી. જેથી પોલીસ અધિકારી કારમાંથી ઉતરી ગાર્ડને દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટિકિટ વગર પ્રવેશ ન કરવાની જીદ સામે તેમનું કંઈ ચાલ્યું ન હતું અને ત્યાંથી ચાલતા જતાં વીડિયોમાં જોવા મળે છે.

LATEST VIDEO

 

Recommended