રાત્રે 2 વાગ્યે સલમાને કર્યું બેક ક્લિપ, ફિટનેસ VIDEO થયો વાયરલ

Monday, 16 April 2018 2:15 PM

મુંબઈઃ જામીન મળ્યા બાદ સલમાન રેસ 3ના શૂટિંગના લાસ્ટ શેડ્યૂએલમાં વ્યસ્ત છે. ત્યાર બાદ સલમાન અલી અબ્બાસ જફરની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં જોડાશે. અલી અબ્બાસના અ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. ડાયરેક્ટરે રવિવારે સલમાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સલમાન ખાનનો એક જૂનો વીડિોય છે જેને ફિલ્મ સુલ્તાનના સમયે શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન બેક ક્લિપ મૂવ કરતાં જોવા મળે છે. તે બે લોકોની મદદથી મુશ્કેલ ફિટનેસ મૂવ કરતાં જોવા મળે છે. ડાયરેક્ટર અનુસાર રાત્રે 2 કલાકે સલમાન ખાને બેક ક્લિપ મૂવ કર્યો હતો. ડાયરેક્ટરે ટ્વિટમાં લખ્યું, જુઓ ભાઈ (સલમાન ખાન) મને સુલ્તાન મૂવીના ટ્રેનિંગ સેશનના વીડિયોમાં શું મળ્યું? 2 કલાકે બેક ક્લિપ કરતાં.

LATEST VIDEO