રાજકોટઃ જેમ્સ સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે વાલીઓનો વિરોધ, બેનર્સ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા

Saturday, 17 March 2018 2:27 PM

રાજકોટઃ  આજે રાજકોટમાં જેમ્સ સ્કૂલ બંધ કરવાના વિરોધમાં વાલીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક ખાતે વાલીઓએ તેમના બાળકોને સાથે રાખી હાથમાં બેનર લઈ વિરોધ કર્યો હતો. વાલીઓ જિલ્લા પંચાયતમાં આવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઓફિસમાં ધસી ગયા હતા અને બાળકોને ઓફિસમાં ટેબલો પર બેસાડી દીધા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

LATEST VIDEO