સુરતઃ પ્રેમલગ્ન કરનાર યુવતીને ઘરેથી ઢસડીને પરિવાર કઈ રીતે ઉઠાવી ગયો? જુઓ LIVE VIDEO

Friday, 21 April 2017 1:45 PM

taસુરતઃ વેડરોડ વિસ્તારમાં આવેલા સહજ એમ્પાયરમાં રહેતા યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારને લગ્નનો વિરોધ હોવાને પગલે યુવતીને તેના પતિના ઘરેથી લગ્નના 3 મહિના બાદ 15થી વધુ લોકો આવીને ઉઠાવી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અપહરણની ઘટનામાં પોલીસ તપાસ શરુ કરી છે.

સહજ એમ્પાયરમાં રહેતા રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા-પિતા સહિત 15 લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યુ. પ્રિન્સીએ 5 માસ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને છેલ્લા 3 મહિનાથી પોતાના પતિના ઘરે રહેતી હતી. જોકે આ પ્રેમ લગ્નથી યુવતીના પરિવારને ગમતું ન હતું . જેને પગલે તારીખ 19 મીના રોજ આવેલા લોકોએ આ યુવતી ઘરમાં એકલી હતી તે સમયે તેને ઉંચકીને લઇ ગયા. જોકે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

એક વર્ષ પહેલા થયેલ પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. મંદિરમાં એક વર્ષ પહેલાં મળેલી આંખ પ્રેમ અને 5 મહિના પહેલાં લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યુ ન હતું. જોકે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવાર-નવાર ધમકી પણ આપવામાં આવતી હતી. પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારના 7 પુરુષ અને 4 મહિલા રવિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતી એકલી મળતા તેનું અપહરણ કરી ને જતા રહ્યા હતા.

જોકે, પોતાની પત્નીના અપહરણ મામલે રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરુ કરી છે, પણ હાલ યુવતીનો પરિવાર યુવતી સાથે ફરાર થઇ ગયો છે. હાલ તો આ પરિવારના સભ્ય પોતાની વહુ અને પતિ પોતાની પત્નીને તેના માતા-પિતાના ચંગુલમાંથી છોડાવા માથે પોલીસ સ્ટેશનના ચક્ર કાપી રહ્યો છે. રવીને તેની પત્ની સાથે કઈ અંહોની ન થયા તેનો પણ ભય છે. તેવામાં પોતાના પ્રેમ ને પાછો મળવવા પોલીસ કેટલી મદદ કરે તે જોવાનું રહ્યું.

LATEST VIDEO

 

Recommended